જૂનાગઢ જિલ્લાના ૧૫૩ પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ વિષયક તાલીમ અપાઈ

વર્ડેસીયન લાઈફ સાયન્સ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઇ

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવસિઁટી ખાતે વર્ડેસીયન લાઈફ સાયન્સ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર જૂનાગઢ જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોના ૧૫૩ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓનો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન જૂનાગઢ કૃષિ યુનિવસિઁટીના કુલપતિ ડો.નરેન્દ્રકુમાર ગોંટીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

તેમણે આ પ્રાસંગિક વ્યકતવ્યમાં જણાવેલ કે, સોઈલ હેલ્થ કાર્ડ એ દરેક ખેડૂત માટે અગત્યનું છે. તમારી જમીનનું પૃથ્થકરણ કરાવ્યા પછી ક્યા તત્વો ઘટે છે. તે જાણી શકાય અને તેને કારણે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીયે ઈનપુટ ઘટાડીને ઉત્પાદન સ્થિર રાખવા માટે અલગ અલગ કંપનીઓ ખાતરમાં પટ આપી તેની કાર્યક્ષમતા વધારવાનો પ્રયત્ન કરે છે. ઘણા ખેડૂતભાઈઓ દવાઓ મિક્ષ કરી અને છાંટતા હોય છે. જેને કારણે નુકસાની થતી હોય છે, તમારા પાકનું મુલ્ય વર્ધન કરવું જરૂરી છે. જેના કારણે બજાર ભાવ ઉચા મળે છે.

વધારે પડતી દવાઓ અને ખાતરોના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. પરંતુ ગાય આધારિત ખેતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડી શકાય તથા જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. આ પ્રસંગે ડો.અનીલ પન્નુ, ઇન્ડિયા હેડ, વર્ડેસીયન લાઈફ સાયન્સ, ભારત હેડ દ્વારા અમેરિકા સ્થિત નવી ટેકનોલોજી અંગે તથા ખાતરોનો ઓછો ઉપયોગ કઈ રીતે કરી ખેતીની અંદર વધુ ઉત્પાદન લઈ શકાય તે માટે ફોસ્ફરસ યુક્ત ખાતરોમાં અન્ય દેશોની જેમ આપણે પણ અવેલનો પટ આપી ખાતર વાપરવાથી ખેતી ખર્ચ ઘટાડી શકાય તેમજ બિયારણને ઝડપી ઉગાવવા માટે ટેક ઓફ કઈ રીતે કામ કરે છે. તે ટેકનોલોજીની માહિતી આપી હતી.

ડો.જી.આર.ગોહિલે જણાવ્યું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી યાત્રાનું ધામ છે. આ યુનિવર્સિટી દ્વારા ખેડૂત લક્ષી ઘણા કાર્યક્રમો થતા હોય છે. તેનો પુરેપુરો લાભ તમારે લેવો જોઈએ. તેમજ જિલ્લામાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો સંપર્ક કરી ખેતી લક્ષી માહિતી મેળવવી જોઈએ. આ કાર્યક્રમમાં શ્રી તરંગભાઈ એ પણ વિગત વાર માહિતી આપી હતી. ડો.એલ.સી. વેકરીયાએ સોઈલ હેલ્થકાર્ડ અંગે વિગત વાર માહિતી આપી હતી. શુભાષ ચોથાણી ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન પ્રકાશ ચોથાણીએ કર્યું હતું.