જૂનાગઢના દાણાપીઠ પાસે જાહેરમાં પત્તા ટીચતાં ત્રણ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢના દાણાપીઠ પાસે જાહેરમાં પત્તા ટીચતાં ત્રણ આરોપીને પોલીસે દબોચી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના દાણાપીઠ સર્કલચોક પાસે ચાની કેબીન પાછળ જાહેરમા ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપતી નામનો જુગાર રમતા આરોપીઓ અશ્વીન મણીલાલ બાંભણીયા, રઝાકભાઇ હશનભાઇ લોબી,ઇસ્માલભાઇ ઇબ્રાહીમભાઇ શેખને રોકડા રૂ.૧૦૨૦૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.