સુરતમાં યુવતીના હત્યારાને કડકમાં કડક સજા આપો

અખિલ ભારતીય મજદૂર કલ્યાણ સેવા સંઘ-જૂનાગઢ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

જૂનાગઢ : સુરત મુકામે તાજેતરમાં ૨૧ વર્ષની યુવતીને એકતરફી પ્રેમ પાગલ નરાધમેં અનેક વખત હેરાન પરેશાન કરી જાહેર રસ્તા પર આંતરી છરીથી ગળુ કાપી કરપીણ હત્યા કરી નાખી હતી. આ બનાવના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અખિલ ભારતીય મજદૂર કલ્યાણ સેવા સંઘ-જૂનાગઢ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી યુવતીના હત્યારાને કડકમાં કડક સજા આપવાની માંગ કરાઈ છે.

આવેદનમાં યુવતીની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢીને જણાવ્યું હતું કે, આ વાત એક જ્ઞાતિ કે વર્ગની નથી. દરેક પરિવારની માં–બહેન, દિકરીઓની છે. સમાજમાં રહેલા અમુક લુખ્ખાઓના દ્વારા થતી પજવણીમાં માતા–પિતાની આબરુના કારણે અમુક દિકરીઓ પોતાના પરિવારમાં વાત કરતાં ખચકાય છે જેના કારણે આવા લુખ્ખાઓ બેફામ બને છે અને ન થવાનું થાય છે અને થયું છે. તો આવા હરામખોરોને પાઠ ભણાવવા જાહેરમાં કડકમાં કડક સજા થાય તેવી અમારી માગણી છે. આ નરાધમ અત્યારે હોસ્પિટલમાં સરવાર લઈ રહેલ છે. કાયદો એને સજા તો આપશે જ પરંતુ એ પહેલા આવા નરાધમને જાહેરમાં સરભરા કરવામાં આવે તો બીજા લુખ્ખાઓમાં કાનનનો ડર અને પોલીસનો હાવ (ડર) રહેશે તો આ બાબતે કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે.