કેશોદ : કાર ઉભી રાખી ડેલો ખોલવા જતા પડી જવાથી યુવતીનું મોત

જૂનાગઢ : કેશોદના ચર ગામે કાર ઉભી રાખી ડેલો ખોલવા જતા પડી જવાથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગુંજનબેન દિનેશભાઇ કચોટ (ઉ.વ ૨૩ રહે.ચર ગામ) નામની યુવતી ગઈકાલે પોતાની ફોરવ્હીલ તળમા ઉભી રાખી ડેલો ખોલવા જતા ફોરવ્હીલ આગળ વધતા સામેની બાજુથી ધકો દઇ રોકવા જતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.