જૂનાગઢ જેલમાં જન્મદિન ઉજવણી મામલે બદલીનો ઘાણવો

જેલ સુપરિટેનડેન્ટ પરમારની રાજકોટ બદલી : હવાલદાર અને સુબેદાર સહિત કુલ 4ની બદલી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરી ફટાકડા ફોડવા પ્રકરણમાં રાજ્યના જેલ વડા દ્વારા તપાસના અંતે જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ પરમારની રાજકોટ બદલી કરી નાખી હવાલદાર અને સુબેદાર સહિત 4ની બદલી કરી ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.હાલ ગળપાદર જેલથી ડી.એન.ગોહિલને જૂનાગઢ જેલમાં મુકવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લા જેલમાં બે કેદીઓ દ્વારા જન્મદિવસની ધૂમધડાકા ભેર ઉજવણી કરવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બહુ ચર્ચિત મામલે રાજ્યના જેલ વડાની સ્ક્વોડ તેમજ જૂનાગઢ સ્થાનિક પોલીસ ટિમ દ્વારા જેલની જડતી કરવામાં આવતા મોબાઈલ રાઉટર મળી આવ્યા હતા.

બીજીતરફ જેલમાં જન્મદિવસની પાર્ટી મામલે ઉચ્ચકક્ષાએથી છૂટેલા આદેશો અન્વયે જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ પરમારની રાજકોટ બદલી કરી નાખી હવાલદાર અને સુબેદાર સહિત 4ની પણ બદલી કરવામાં આવી છે સાથો-સાથ ખાતાકીય તપાસ પણ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. હાલ ગળપાદર જેલથી ડી.એન.ગોહિલને જૂનાગઢ જેલમાં મુકવામાં આવ્યા છે.