કનેક્શન બાબતે વાત કરવા જતા યુવાનને ધોકો ફટકાર્યો

વંથલીના ધંધુસર ગામે મારામારીના બનાવમાં એક શખ્સ સામે ફરિયાદ

જૂનાગઢ : વંથલીના ધંધુસર ગામે કનેક્શન બાબતે વાત કરવા જતા યુવાનને એક શખ્સે ધોકો ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ ગાંગાભાઇ કડછા (ઉ.વ.૩૪ રહે.ધંધુસર તા.વંથલી જી.જુનાગઢ) એ આરોપી એભાભાઇ મુળુભાઇ કડછા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી આરોપીને કનેક્શન બાબતે વાત કરવા જતા બોલાચાલી થયેલ અને આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો કાઢતા હોય અને ફરીયાદી ગાળો બોલવાની ના પાડતા ફરિયાદીને જમણા પગમા ધોકા વડે માર મારી ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.