મેંદરડાના ભાલછેલ ગામે જુગાર રમતા છ ઝડપાયા

જૂનાગઢ : મેંદરડા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ભાલછેલ ગામે બસ સ્ટેશન પાસે સાસણ, મેંદરડા પાસે જાહેરમા તીનપતીનો હાર જીતનો જુગાર રમતા આરોપીઓ અશ્વિનભાઇ ભીખાભાઇ કંડોરીયા, હંસરાજભાઇ ભીખાભાઇ સાકરીયા, ગોબરભાઇ સીદીભાઇ કંડોરીયા, સંજયભાઇ હરસુખભાઇ લાલુકીયા, અમરાભાઇ મેરામણભાઇ કુમરખાણીયા, ભાવેશભાઇ બીજલભાઇ વાઘેલાને રોકડા રૂ.૫,૧૮૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.