એકીસાથે સાત વનરાજાના ટોળાની જુનાગઢના ભેસાણ રોડ ઉપર સહેલગાહ

વ્હેલી સવારે હાઈવે પર આંટા મારતુ સિંહનું ટોળું કેમેરા થયું કેદ

જૂનાગઢ : ગીર જંગલના રાજા ગણાતા વનરાજા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર દેખાતા હોવાની ઘટના સામાન્ય છે. પરંતુ આજે વહેલીસવારે એકીસાથે સાત વનરાજાનું ટોળું જાહેર રોડ ઉપર દેખાયું હતું અને એકીસાથે સાત વનરાજાના ટોળાએ જુનાગઢના ભેસાણ રોડ ઉપર સહેલગાહ કરી હતી.

જુનાગઢ ભેંસાણ રોડ ઉપર આજે અચાનક સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. વ્હેલી સવારે હાઈવે પર આંટા મારતુ સિંહનું ટોળું કેમેરા કેદ થયું છે. જેમાં ડેરવાણ ના પાટીયા પાસે એકી સાથે સાત સિંહો દેખાતા વાહનો અટકી ગયા હતા. થોડીવારમા વાહનો થંભી જતાં સિંહો રસ્તા પરથી દુર નીકળી ગયા હોવાનું જાણવા મળે છે. જો કે એકી સાથે સાત સિંહો શીકારની શોધમાં નીકળ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.ગીર અને ગિરનારના સિંહો અનેક હાઇવે ઉપર વાર આવી ચડે છે.પણ એકીસાથે ટોળામાં ભાગ્યેજ સિંહ દેખાતા હોય છે. આથી આજે એકી સાથે સાત સિંહનું ટોળું જોઈ વાહનચાલકો ખુશ થઈ ગયા હતા.