જૂનાગઢમાં બંધ મકાનમાથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે આરોપી નયન અમ્રુતભાઇ રાઠોડ (ઉ.વ ૨૫ રહે. મધુરમ બાયપાસ શિતલ નગર સોસાયટી પ્લોટ નં.૬ જુનાગઢ) ના બંધ મકાનમાં ઈંગ્લીશ દારૂ હોવાની બાતમીના આધારે તે મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે એ મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧ ની કિં.રૂ-૪૬૨૦ નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે આ ઇંગ્લીશ દારૂનો જથ્થો આપનાર કરમણ ઉર્ફે કાબરો વિસાભાઇ કોડીયાતર હાજર નહી મળતા તેને ઝડપી.લેવા તપાસ હાથ ધરી છે.