ભવનાથના શિવરાત્રીને મેળાને સરકાર મંજૂરી આપે તે માટે ધારાસભ્ય મેદાને

ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ શિવરાત્રીના મેળા મંજૂરી આપવા માટે સીએમને રજુઆત કરી

જૂનાગઢ : વિશ્વ વિખ્યાત જૂનાગઢના ભવનાથમાં યીજાતા મહાશિવરાત્રીને મેળાને સરકાર મંજૂરી આપે તે માટે ધારાસભ્ય મેદાને આવ્યા છે. સરકાર શિવરાત્રીના મેળાને મંજૂરી આપવા માટે કોઈ નિર્ણય ન લેતા અંતે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ શિવરાત્રીના મેળા મંજૂરી આપવા માટે સીએમને રજુઆત કરી છે.

જૂનાગઢના ભવનાથમાં વિશ્વ વિખ્યાત મહાશિવરાત્રીના મેળાના આયોજન માટે તમામ સાધુ સમાજ અને વિવિધ સંગઠનો તેમજ લોકો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો રદ થતો હોય પણ આ વખતે કોરોનાની સ્થિતિ હળવી બનતા જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ભવનાથમાં મહાશિવરાત્રી યોજાઈ તે માટે હાજરો લોકો ઉત્સાહિત છે. આગામી 25 ફ્રેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પર્વ હોય છતાં હજુ સુધી સરકારે મહાશિવરાત્રીના મેળાને મંજૂરી આપવા કોઈ નિર્ણય જાહેર ન કરતા ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ શિવરાત્રીના મેળા મંજૂરી આપવા માટે સીએમને રજુઆત કરી છે અને મેળાના આયોજન અને વ્યવસ્થાની સ્થાનિક તંત્ર અને આયોજકો તૈયારીઓ કરી શકે તે માટે વહેલીતકે મંજૂરી આપવાની માંગ કરી છે.