જૂનાગઢ : હાઉંસ ટેકસના બાકી લેણાની રકમ પર ૧૦૦ % વ્યાજ માફી આપો

કોર્પોરેટર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજુઆત

જૂનાગઢ : હાલ કોરોના કાળમાં લોકો આર્થિક રીતે મુશ્કેલીઓ મુકાઈ ગયા છે. તેથી જૂનાગઢ મહાનગરપાલિકા હાઉંસ ટેકસના બાકી લેણાની રકમ પર ૧૦૦ % વ્યાજ માફી આપે તેવી માંગ સાથે કોર્પોરેટર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

જૂનાગઢ વોર્ડ નંબર-૮ના કોર્પોરેટર અદ્રમાનભાઈ પંજા, સેનીલાબેમ થઈમ, જેબુનનિશા કાદરી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને કરાયેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, જુનાગઢ મહાનગરપાલિકાના હાઉસ ટેકસના બાકી લેણાની રકમ ખુબ જ મોટી છે. હાલ કોરોનાની પરિસ્થતી છે. લોકોને રોજગારીના પ્રશ્નો છે.જેથી આવકના સ્ત્રોત ખુબ જ ઓછા હોવાથી જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા હાઉસ ટેકસના બાકી લેણાની રકમ પર જે વ્યાજ ચડત છે તે વ્યાજની રકમમાં ૧૦૦% માફી આપવાની જાહેરાત કરવામાં આવશે તો મિલ્કત ધારકો હાઉસ ટેકસની બાકી લેણી રકમ ભરવા પ્રોત્સાહીત થશે અને મહાનગરપાલિકાને મોટી રકમની હાઉસ ટેકસની આવક થશે. જેથી હાઉસ ટેકસની બાકી લેણી રકમ પરના વ્યાજની ૧૦૦% માફી આપવા યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.