લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ સુરતની ઘટનાને વખોડી કાઢી

માતા-પિતાએ પણ પોતાના સંતાનોને હુમલાખોરોના સામના માટેની ટ્રેનિંગ આપવાની જરૂરિયાત હોવા પર ભાર મુક્યો

જૂનાગઢ : જુનગઢ તેમજ સમસ્ત ગુજરાતમાં જાણીતા એવા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ તાજેતરમાં સુરતમાં થયેલી સરાજાહેર યુવતીનુ ગળું કાપી હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી આવા બનાવો અટકે તે માટે વાલીઓને જાગૃત થવાની હાકલ કરી હતી

લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ સુરતની ઘટનાને વખોડી કાઢી છે. એક સોશ્યલ મીડિયામાં વીડિયો દ્વારા તેઓએ સુરતમાં સરાજાહેર યુવતીનુ ગળું કાપી હત્યાના બનાવની આકરી ટીકા કરી હતી અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણને લીધે આવી અઘટિત ઘટનાઓ બની રહી હોવાનું જાણવી આ ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન હોવાનું ઉમેરી સમાજને જાગૃત થવાની હિમાયત કરી હતી. સાથેસાથે રોઝ ડે, પ્રયોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે આવા દિવસોને બદલે પ્રાચીન સંસ્કૃતિનું અનુકરણ કરવાની અપીલ કરી હતી. તેમજ આવા બનાવ સમયે વિડિયો ઉતારવાને બદલે હિંમતભેર સામનો કરવાની જરૂરિયાત હોવાનું જણાવી માતા-પિતાએ પણ પોતાના સંતાનોને હુમલાખોરોના સામના માટેની ટ્રેનિંગ આપવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.