બાઈક ઉપરથી રોડ પટકાયેલા પરિણીતા ઉપર એસટી બસ ફરી વળી

કેશોદના મંગલપુર ફાટક રોડ ઉપર પતિની નજર સામે જ પત્નીનું કરુણ મોત

જૂનાગઢ : કેશોદના મંગલપુર ફાટક રોડ ઉપર બાઈક પરથી રોડ પટકાયેલા પરિણીતા ઉપર એસટી બસ ફરી વળતા તેમનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ જીવલેણ અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે જ પત્નીનું કરુણ મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિલીપભાઇ ઉર્ફે દેવુભા રાયજાદા (ઉ.વ ૫૦ રહે. પસવાડીયા ગામ તા. કેશોદ જી. જુનાગઢ ) એ આરોપી નં. GJ – 18 – Z – 7250 એસ.ટી.બસ નો ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરીયાદી તથા તેના પત્ની સીતાબા પોતાના બાઈક નં.GJ.11.BP.2372 લઇને અગતરાય ગામેથી મંગલપુર ફાટક પાસે પહોચતા રોડ ઉપર બમ્પ આવતા ફરીયાદીના પત્ની બાઇક પરથી રોડ ઉપર પડી જતા આરોપીએ પોતાના હવાલા વાળી એસ.ટી.બસ નં. જીજે.૧૮.ઝેડ.૭૨૫૦ ને પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સામેથી આવી બસની આગળના ભાગે કંડકટર સાઇડના વ્હીલથી ફરીયાદીના પત્નીને હડફેડે લેતા ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નીપજયુ હતું. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.