બાળકો વચ્ચેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા

જુનાગઢના તિરૂપત્તી કારખાનાની સામેની સોસાયટીમાં ત્રણ પાડોશીઓએ પરિવાર પર હુમલો કર્યો

જૂનાગઢ : જુનાગઢના તિરૂપત્તી કારખાનાની સામેની સોસાયટીમાં બાળકો વચ્ચેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા હતા. જેમાં ત્રણ પાડોશીઓ તેમના પાડોશમાં રહેતા પરિવાર પર તૂટી પડી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના તિરૂપત્તી કારખાનાની સામેની સોસાયટીમાં ગઈકાલે થયેલી મારામારીના બનાવમાં ઉકાભાઈ જગાભાઈ સીંગલ (ઉ.વ-૩૨ રહે.દાસારામ સોસાયટી તિરૂપત્ત કારખાનાની સામે જુનાગઢ) એ મુકેશભાઈ તથા મુકેશભાઈની પત્નિ અને મુકેશભાઈનો ભાઈ (રહે.તમામ દોલતપરા દાસારામ સોસાયટી) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની ભાણેજ તથા આરોપીની પુત્રીને રમતા રમતા ઝગડો થતા ફરીયાદી આરોપીની પુત્રીને સમજાવવા જતા આરોપીઓ એકદમથી ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા ફરીયાદીની બહેન તથા ફરીયાદીની માતાને આરોપીઓએ લાકડીથી માર મારેલ અને ઈજાઓ કરી ગાળો આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.