કેશોદના ભાટ સીમરોલી ગામે તસ્કરો બાંધેલી સાંકળ સમેત પાડીને ઉઠાવી ગયા

વધુ એક ભેંસની પાડીની ચોરી થતા પોલીસે સઘન તપાસ હાથ ધરી

જૂનાગઢ: કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ભેંસના બછડા ચોર ટોળકી સક્રિય થઈ હોય એમ બે દિવસ પહેલા બે પાડીની ચોરી થયા બાદ વધુ એક પાડીની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં કેશોદના ભાટ સીમરોલી ગામે તસ્કરો બાંધેલી સાંકળ સમેત પાડીને ઉઠાવી ગયા હતા.

કેશોદ પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પરેશભાઇ રામભાઇ સોલંકી (ઉ.વ.૩૨ રહે.ભાટ સીમરોલી તા.કેશોદ) એ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૨ ના રોજ રાત્રીના સમયે ભાટ સીમરોલી ગામમાં અજાણ્યો ઇસમોએ કોઇપણ રીતે ફરીયાદીની એક પાડી ત્રણ વર્ષની કી.રૂ.૨૦,૦૦૦ તથા પાડી બાંધેલ સાંકળ જેની કી.રૂ.૧૦૦ એમ કુલ કી.રૂ.૨૦,૧૦૦ ની ચોરી કરી લઈ ગયા હતા. વધુ એક ભેંસની પાડીની ચોરી થતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ આર.એન.ત્રિવેદી એ.એસ.આઇ, કેશોદ ચાલવી રહ્યા છે.