જૂનાગઢ જિલ્લામાં વિદેશી દારૂના ત્રણ દરોડામાં 6ની ધરપકડ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે પોલીસે અલગ અલગ ત્રણ જગ્યાએ વેદેશી દારૂના દોરડા પાડી છ શખ્સોને વિદેશી દારૂની બોટલો સાથે પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડામાં જૂનાગઢ એ ડીવીજન પોલીસે ગઈકાલે કાઝીવાડા રામકુર્ણ શેરી નં-૩ જય એપાની સામેના ખુણા પાસે જુનાગઢમાં આરોપી દીપક ઉર્ફે દીપુ દયારમભાઇ સેજપાલ (ઉ.વ.૪૬ રહે. કાઝીવાડા રામકુર્ણ શેરી જુનાગઢ)ને તેના કબ્જામાથી ભારતીય બનાવટની પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની મેકડોલ નં-૧ કલેકશન વ્હીસ્કી ઓરીઝનલ ફોર સેલ ઇન યુ.ટી.એંન્ડ ચંદીગઢ લખેલ બોટલ નંગ-૨ કી.રૂ! ૮૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

બીજા દરોડામાં વંથલી પોલીસે ગઈકાલે વંથલીના ધંધુસર ગામેં આરોપી ગૌશિલ નાગાભાઇ દિવરાણીયા (ઉ.વ.૨૩ રહે.ધંધુસર તા.વંથલી જી.જુનાગઢ) ને તેના કબ્જામાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૪ જેની કુલ કી.રૂ.૧,૬૦૦/- તેમજ મો.સા. નંગ-૧ કી.રૂ. ૧૫,૦૦૦ મળી કુલ કી.રૂ.૧૬,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

ત્રીજા દરોડામાં શીલ પોલીસે શીલ ગામે ડીઝાસ્ટર બીલ્ડીંગ પાસે આરોપીઓ ચેતનભાઈ ડાયાભાઈ ડાકી (ઉ.વ.૨૩ રહે.શીલ ગંગાઈ પુલ પાસે તા.માંગરોળ), પ્રીતેશભાઈ જગદીશભાઈ ડાકી (ઉ.વ.૧૯ રહે.દિવાસા તા.માંગરોળ), મયુરભાઈ મસરીભાઈ કેશવાલા (ઉ.વ.૨૫ રહે.શીલ ખારાઝાપા વિસ્તાર તા.માંગરોળ), વિશાલભાઈ ચનાભાઈ ભરડા (ઉ.વ.૨૧ રહે.શીલ ખારાઝાપા વિસ્તાર તા.માંગરોળ)ને તેના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૪ કિં.રૂ. ૫૬૦૦ તથા ઈગ્લીંશ દારૂના ચપટા નંગ-૦૪ કિં.રૂ. ૪૦૦ ગણી કુલ કિ.રૂ.૬૦૦૦ સાથે ઝડપી લીધા હતા.