જૂનાગઢ જિલ્લામાં વરલી મટકા, તીનપત્તિ સહિત જુગારના ત્રણ દરોડામાં 14ની ધરપકડ

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે એક સ્થળે વાડીએ ધમધમતા જુગરધામને ઝડપી લીધા બાદ સ્થાનિક પોલીસે પણ સપાટો બોલાવ્યો, ત્રણ ફરાર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પોલીસે ગઈકાલે વરલી મટકા, તીનપત્તિ સહિત જુગારના ત્રણ દરોડામાં 14ની ધરપકડ કરી હતી. જો કે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે એક સ્થળે વાડીએ ધમધમતા જુગરધામને ઝડપી લીધા બાદ સ્થાનિક પોલીસે બીજા સ્થળે પણ સપાટો બોલાવ્યો હતો. આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીને ફરાર દર્શાવી વધુ તપાસ હાથ ધરી છે.

જુગારના પ્રથમ દરોડામાં જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે ટીંબાવડી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતા આરોપી યુનુશભાઇ હુંસેનભાઇ અબડાને વરલી મટકાના આંકડા લખેલ ચીઠી-૦૧, બોલપેન-૧, રોકડા રૂા.૧૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે હાજર નહી મળી આવેલ આરોપી હરસુખ ઉર્ફે ભોજો રાજાભાઇ સોલંકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુગારના બીજા દરોડામાં માળીયા (હા) પોલીસ સ્ટાફે ગઈકાલે કડાયા ગામેં આરોપી લાલાભાઇ દાનાભાઇ બાબરીયાવાળો પોતાના આર્થિક ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં જુગરધામ ચાલવતો હોવાની બાતમીના આધારે તેના ઘરે દોરડો પાડ્યો હતો અને મકાનમાં જુગાર રમતા આરોપીઓ સરમણભાઇ નાથાભાઇ પીઠીયા, જગાભાઇ પુનાભાઇ જખીયા,નાસીરખાન કાસમખાન બેલીમ, તનસુખભાઇ રામાભાઇ વાજા, કનુભાઇ પુનાભાઇ મકકાને રોકડ રૂપિયા ૨૧૩૯૦ તથા મો. ફોન નંગ-૫ કિ.રૂ.૨૫,૦૦૦ તથા બાઈક–૧ કિ.રૂ.૨૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૭૧,૩૯૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ઘરે હાજર નહીં મળી આવેલ લાલાભાઇ દાનાભાઇ બાબરીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુગારના ત્રીજા દરોડામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માળીયા (હા.)ના વડીયા ગામે આવેલ એક વાડીમાં જુગરધામ ચાલતું હોવાની બાતમીના આધારે ત્યાં રેઇડ કરી હતી અને પોલીસે ત્યાં જુગાર રમતા આરોપીઓ વૃદાવન ઉર્ફે કાનો પ્રભુદાસભાઇ તન્ના, મુળુભાઇ મામૈયાભાઇ સિસોદીયા, જોગીદાસ માણસુરભાઇ કાગળા, પોપટભાઇ સોમાતભાઇ કેશોદા, કનકસિંહ નાથાભાઇ રાજાણી,રાણાભાઇ જીવાભાઇ સિંધવ, સુરેશભાઇ બચુભાઇ કાગળા,સુખદેવભાઇ નાગદાનભાઇ કાગળાને રોકડા રૂ ૧,૯૩,૮૩૦ તથા નાલના રૂ.૧૮૦૦ તથા બાઈક નંગ-૩ કિ રૂ. ૭૫૦૦૦ તથા મો.ફોન નંગ-૮ કિ.રૂ ૪૧૦૦૦ મળી કુલ કી રૂ.૩,૧૭,૬૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે હાજર નહી મળેલ ભરત ધૈયાભાઇ સિસોદીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.