તસ્કરોએ હવે દુઝણી ભેંસના બછડાને પણ ન છોડ્યા, એક પાડો અને બે પાડીની ચોરી

કેશોદના મોવાણા ગામમાં ચોરીની ઘટના અંગે માલધારીઓએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : લોકોની માલ મિલ્કત ચોરતા તસ્કરોએ હવે દુઝણી ભેંસના બછડાને પણ છોડ્યા નથી.જેમાં કેશોદના મોવાણા ગામમાં એક પાડો અને બે પાડીની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે માલધારીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વજુભાઇ વાછાણી (ઉ.વ.૩૫ રહે.મોવાણા ગામમાં નવા પ્લોટ તા.કેશોદ) એ અજાણ્યો ઇસમ સામેં ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે મોવાણા ગામમાં આરોપીએ કોઇપણ રીતે ફરીયાદીના એક પાડો બે વર્ષનો કી.રૂ.૨૦,૦૦૦ તથા એક પાડી ચાર મહીનાની કી.રૂ.૫૦૦૦ તથા સાહેદ પરેશભાઇ જેન્તીભાઇ ડઢાણીયાની એક પાડી બે વર્ષની કી.રૂ.૨૫,૦૦૦ કુલ કી.રૂ.૫૫,૦૦૦ ના ભેંસના બસડા ચોરી કરી ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.