હુન્ડાઈ કંપની દ્વારા કાશ્મીર મામલે વિવાદાસ્પદ ટિવટ સામે જૂનાગઢમાં વિરોધ પ્રદર્શન

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ભારત વિરોધી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતી કંપનીઓ સાથે વ્યાપાર બંધ કરવાની ઉગ્ર માંગ કરાઈ

જૂનાગઢ : હુન્ડાઈ કંપની દ્વારા કાશ્મીર મામલે વિવાદાસ્પદ ટિવટ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ મામલે આજે બપોરે વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ, બજરંગદળ ટીમ દ્વારા જૂનાગઢમાં OM હુન્ડાઈ શો રૂમ પાસે (સાબલપુર ચોકડીથી આગળ, તાલુકા પોલીસ સ્ટેશનની સામે) શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળના જણાવ્યા મુજબ હુન્ડાઈ કંપનીએ પાકિસ્તાન ટ્વિટર ઓફીસીઅલ એકાઉન્ટ માંથી ટ્વિટ કર્યું હતું કે, અમે કાશ્મીરની આઝાદીમા કુર્બાન થયેલા નૌજવાનોની શહાદતને નમન કરીએ છીએ. કાશ્મીરની આઝાદીને અમે સમર્થન કરીયે છીએ. એટલું જ નહીં પરંતુ કાંટાળી તારો સાથે કાશ્મીરને વીંટેલું હોય એવું દર્શાવવામાં આવ્યું હતું. તેથી @hundai indiaને ટ્વિટ કરીને ખુલાસો માંગ્યો તો જવાબ દેવાને બદલે એકાઉન્ટ બ્લોક કરવા મંડ્યાને અંતમા પ્રાઇવેટ પોસ્ટ કરી દીધી. જેથી એ પોસ્ટ છુપાય જાય અને કોઈ એમને પ્રશ્ન પૂછીનો શકે. જે કંપનીઓ ભારત વિરુદ્ધ પોસ્ટ કરે છે એ યાદી મુજબ કે. એફ. સી., પિઝા હટ, હ્યુન્ડાઇ, ઓસાકા બેટરી, ઇસુઝુ ડી મેક્સ, બોસ ફાર્માસ્યુટિકલ્સ , એટલાસ હોન્ડા લિમિટેડ, કિયા મોટર્સ, ડોમિનોઝ એમ આ બધી કંપનીઓ સાથે કોઈ વ્યાપાર ન કરવાનું આહવાન કર્યું છે.

આ વિરોધના કાર્યક્રમમા મોટી સંખ્યામા બજરંગીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહેનોની પણ હાજરી હતી. આ તકે પ્રાંતના અધિકારીની પણ ઉપસ્થિતિ રહી હતી. જેમાં વિપુલભાઈ આહીર, બજરંગદળ સંયોજક, જૂનાગઢ મહાનગર, જીગ્નેશભાઈ આજકીયા, બજરંગદળ સંયોજક, જૂનાગઢ ગ્રામીણ જિલ્લો , હિરેનભાઈ રૂપારેલિયા, મંત્રી જૂનાગઢ મહાનગર, સૂર્યકાન્તભાઈ નિમાવત મંત્રી જૂનાગઢ ગ્રામીણ જિલ્લા, સંદીપભાઈ પેથાણી સહમંત્રી જૂનાગઢ ગ્રામીણ જિલ્લો, સંદીપભાઈ પેથાણી મહાનગરના સહ બજરંગદળ સંયોજક, હિરેનભાઈ મંગનાની મહાનગરના સહ બજરંગદળ સંયોજક સહીતના વોર્ડ સ્તરના, પ્રખંડ સ્તર, મહાનગર સ્તર, જિલ્લાસ્તર તેમજ પ્રાંતસ્તરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.