પાટણવાવમાં ૨૯ વર્ષ જૂના ખૂનકેસમાં પેરોલ જમ્પ કરનાર આરોપી અંતે પકડાયો

જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આરોપીને દબોચી લીધો

જૂનાગઢ : પાટણવાવ પોલીસ સ્ટેશનના ૨૯ વર્ષ જૂના ખૂનકેસના પેરોલ પર ફરાર થયેલા આરોપીને વંથલીના બંટીયા ગામની સીમમાંથી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે દબોચી લીધો હતો.

પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ તેમજ રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ ,વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સમગ્ર રાજ્યમા વધુમા વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડ તેમજ જીલ્લા પોલીસ તંત્રને કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપી હતી

જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના પો.ઈન્સ એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઈન્સ. એસ. એન. ક્ષત્રિયના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લૉ સ્કોડના એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહેલ તથા પો. હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ વઘેરા પો.કોન્સ દીનેશભાઇ છૈયા પો. કોન્સ. સંજયભાઇ ખોડભાયા તથા વંથલી પો.સ્ટેના હેડ. કોન્સ. બળવંત સિંહ પરમાર,પો. કોન્સ સુમીત ભાઇ રાઠોડ પો. કોન્સ. અરૂણ ભાઇ મહેતા તથા પો. કોન્સ. કરણસિંહ એ રીતેના સ્ટાફને સાથે રાખી રાજકોટ રૂરલના પાટણવાવ પોસ્ટેના ૩૦૨,૩૦૭ કલમ હેઠળ ખૂનકેસના આરોપી નારણ સાંગાભાઇ હરણ રે. બંટીયા તા.વંથલી વાળો ગઇ તા.૨૦/૧૦/૨૧ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી દિન ૨ની પેરોલ રજા મેળવી મુક્ત થયેલ હતો મુદત હરોળ જેલમાં હાજર થવાને બદલે પોતાનાની મેળે બારોબાર ફરાર થઇ ગયો હતો.

આરોપીને નામેં એડી.સેશન્સ જજ ગોંડલ ની કોર્ટ માં આજીવન કેદની સજા થઈ ગયેલ હોય પોતાના ધરપકડ ટાળવા અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હોય જે અંગે આરોપીને પકડવા સારૂ પેરોલ ફર્લોસ્કોડ વંથલી તાલુકાના વી.માં પેટ્રોલીંગમાં હતો. ત્યારે ખાનગી રાહે હકીકત મળેલ કે, આરોપી વંથલી તાલુકાનાના બંટીયા ગામની સીમમાંથી માલઢોર ચરાવે છે. જેથી વંથલી પોલીસ સ્ટાફને સાથે રાખી વોચ તપાસ કરતા આરોપી બંટીયા ગામની સીમમાંથી મળી આવતા તેને હસ્તગત કરી કોવિડ 19 નો રીપોર્ટ કરાવી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.