તાવને કારણે ચકકર આવતા બાઈક રોડ પરથી પુલ નીચે ઉતરી જતા આધેડનું મોત

વંથલીના ગાદોઇ ટોલનાકા પાસે ઘરેથી નોકરી ઉપર જતી વખતે નડ્યો અકસ્માત

જૂનાગઢ : વંથલીના ગાદોઇ ટોલનાકા પાસે બાઈક ઉપર ઘરેથી નોકરી ઉપર જતી વખતે આધેડને અકસ્માત નડ્યો હતો. જેમાં તાવને કારણે ચકકર આવતા બાઈક રોડ પરથી પુલ નીચે ઉતરી જતા આધેડનું મોત નીપજ્યું હતું.

વંથલીના ગાદોઇ ટોલનાકા પાસે ગત તા.૨૨ જાન્યુઆરીના રોજ બનેલી અકસ્માતની ઘટનામાં બાબુભાઇ જેઠાભાઇ મણવર (ઉ.વ.૫૬ રહે.કેશોદ અક્ષયગઢ રોડગાયત્રી પાર્ક સોસાયટી) નામના આધેડ પોતાનું બાઈક નં.GJ-11-MM 7086 લઇને ઘરેથી જુનાગઢ ખાતે નોકરી પર જતા હતા તે દરમયાન ગાદોઇ ટોલનાકા પાસે આધેડને થોડા દિવસથી તાવ આવતો હોય જે તાવને કારણે ચકકર આવતા બાઈક ઉપરનો કાબુ ગુમાવતા બાઈક રોડ પરથી પુલ નીચે ઉતરી જતા તેઓને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.