ટ્રકે ડબલસવાર બાઇકને હડફેટે લેતા મિત્રની નજર સામે જ મિત્રનું મોત

મેંદરડાના ખડપીપળી ગામ પાસે રોડ ઉપર અકસ્માતની ઘટના મામલે ટ્રક ચાલક સામે ગુન્હો દાખલ

જૂનાગઢ: મેંદરડાના ખડપીપળી ગામ પાસે રોડ ઉપરટ્રકે ડબલસવાર બાઇકને હડફેટે લેતા મિત્રની નજર સામે જ મિત્રનું મોત નીપજ્યું હતું અને બીજા મિત્રને ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્ત મિત્રએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિપુલભાઇ વિઠલભાઇ વેલાણી (ઉ.વ.૨૮ રહે. ચિત્રોડ તા.તાલાળા જી. ગીરસોમનાથ) એ આરોપી ટ્રક નંબર GJ-11-U-9232 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામા ખડપીપળી ગામ પાસે રોડ ઉપર ટ્રક નં. GJ-11-U-9232ના ચાલકે પોતાના હવાલાનો ટ્રક પુરઝડપે ચલાવી ફરીયાદીના બાઈકને હડફેટે લઇ ફરીયાદીને શરીરે નાની મોટી ઇજાઓ કરી ફરીયાદીના મિત્ર સામજીભાઇ વાલજીભાઇ પરમારને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાશી છૂટ્યો હતો.