પિતાની મિલ્કતમાં ભાગ બાબતે સંતાનો વચ્ચેનો કજિયો પોલીસ મથકે પહોંચ્યો

ચોરવાડમાં યુવાનને છ શખ્સોએ ક્રિકેટના બેટ વડે લમધાર્યો

જૂનાગઢ : જૂનાગઢના ચોરવાડમાં પિતાની મિલ્કતમાં ભાગ બાબતે સંતાનો વચ્ચેનો કજિયો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાંયુવાનને છ શખ્સોએ ક્રિકેટના બેટ વડે લમધાર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હિરેનભાઇ ઉર્ફે હીરો જંગલી ભીખાભાઇ પરમાર (ઉ.વ.૨૧ રહે.ચોરવાડ રાતડા વિસ્તાર)એ આરોપીઓ ભાવેશ કિર્તીભાઇ ચારીયા, શનીભાઇ કિર્તીભાઇ ચારીયા, શૈલેષભાઇ પાંચાભાઇ ડાભી, ધીરૂભાઇ સામતભાઇ ડાભી, હરેશ રાજુભાઇ ડાભી, નરશિંહભાઇ દેવાભાઇ પંડિત (રહે.બધા ચોરવાડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને તેના પિતાની મિલ્કતમાં ભાગ બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ હોય જેનું મનદુખ રાખી આરોપીઓએ હથીયારો ધારણ કરી ફરીયાદીને શરીરે ક્રિકેટના બેટ વડે માર મારી તેમજ ઢીકાપાટુ વડે માર માર્યો હતો.