ભેસાણના ગળથ ગામેં વાડીમાં છુપાવેલો 39 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ : ભેસાણના ગળથ ગામેં પોલીસે વાડીમાં છુપાવેલો 39 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભેસાણ પોલીસે ગઈકાલે બાતમીના આધારે આરોપી હેમાંગ વસંતભાઇ બોરીસાગરની ગળથ ગામે આવેલ વાડીમાં રેઇડ કરી વાડીમાથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૯ કી.રૂ.૩૯૦૦ તથા એવિએટર બાઈક નં.GJ-૧૮-CJ-૯૯૧૩ કી.રૂ.૧૫,૦૦૦ તથા સાદો મોબાઇલ ફોન કી.રૂ.૫૦૦ સહીત કુલ કી.રૂ.૧૯,૪૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો.જ્યારે આરોપી હાથમાં ન આવતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.