ઘરમાં સુતેલા વૃદ્ધને ઢોર માર મારી રૂમમાં પુરી દઈ લૂંટી લીધા

જૂનાગઢના મજેવડી ગામેં જાગનાથપરામાં બનેલી ઘટનામાં બે શખ્સોએ કુલ રૂ. ૨૦૮૮૫૦૦ની માલમતાની લૂંટ ચાલવી હોવાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના મજેવડી ગામેં જાગનાથપરામાં રહેતા વૃદ્ધના ઘરમાં બે દિવસ પહેલા લૂંટારુઓ ત્રાટકયા હતા અને લૂંટારુઓએ ઘરમાં સુતેલા વૃદ્ધને ઢોર માર મારી રૂમમાં પુરી દઈ લૂંટી લીધા હતા.આ બનાવ અંગે વૃદ્ધે બે શખ્સો કુલ રૂ. ૨૦૮૮૫૦૦ની માલમતાની લૂંટ ચાલવી હોવાની ફરિયાદ નોંધાવી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સવજીભાઇ ગોકળભાઇ મકવાણા (ઉ.વ.૭૦ રહે.મજેવડી ગામ, જાગનાથ પરા રોડ, તા.જી.જુનાગઢ) એ આરોપીઓ રાહુલભાઇ રમેશભાઇ દેવીપુજક, ભરતભાઇ પ્રેમજીભાઇ કોળી (રહે. બન્ને મજેવડી ગામ તા.જી. જુનાગઢ) તથા તપાસમા જે ખુલ્લે તેની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૯ના રોજ ફરીયાદી રાત્રીના સમયે પોતાના ઘરે એકલા સુતા હતા.તે દરમિયાન આરોપીઓ લૂંટના ઇરાદે ફરીયાદીના ઘરમાં ઘુસ્યા હતા.

ફરીયાદી નિદ્રાધીન હાલતમા સુતેલ હોય તેના ઉપર આરોપીઓ બેસી ફરીયાદીને મોઢાનાં ભાગે જેમ ફાવે તેમ ઢીક્કા મારી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ફરીયાદીના પગ પકડી અને ગળુ દબાવી મોઢા ઉપર કપડાનો મુગો દઇ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસે જે કાંઇ હોય તે આપી દેવા કહી ફરીયાદીનાં ખીચામાથી રોકડા રૂ.૨૮૦૦૦ તથા મો-ફોન-૧ કી.રૂ ૫૦૦ નો તથા ફરીયાદીના બીજા રૂમની ચાવી કાઢી લઇ ફરીયાદીને મારી નાંખવાના ઇરાદે ફરીયાદીને વધુ માર મારી ફરીયાદીનાં મોઢાનાં ચાર દાંત પાડી નાખી ફરીયાદીને બેભાન કરી તેઓ સુતા હતાં તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી ફરી.ને રૂમમા પુરી દીધા હતા.

બન્ને આરોપીઓએ ફરીયાદી પાસેથી કાઢી લીધેલ ચાવીથી તેમના બીજા રૂમનુ તાળુ ખોલી તે રૂમમાં પતરાની પેટીમાં ફરીયાદીએ રાખેલ સોનાના દાગીના કુલ આશરે ૪૦ તોલા આસરે કી.રૂ ૧૨૦૦૦૦૦ તથા ચાંદી નાં દાગીનાં આસરે કુલ ૨૦૦ ગ્રામ આશરે કી.રૂ ૧૦૦૦૦ નાં તથા રોકડા રૂપીયા ૮૫૦૦૦૦ નાં લઈ જઇ આરોપી ઓએ ફરીયાદીને મારી નાંખવા ના ઇરાદે માર મારી ઇજા કરી ફરીના દાંત પાડી નાખી ફરીયાદીના રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીના તથા મો-ફોન મળી કુલ રૂ. ૨૦૮૮૫૦૦ની માલમતાની લુંટ ચાલવી હતી. આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.