પત્ની અને પુત્રીને રોડ ઉપર તરછોડી પુત્રને પડાવીને પતિ પલાયન

પરિણીતાએ રૂબરૂમાં રજુઆત કર્યા બાદ જુનાગઢ એસપીની ટીમ તથા એ ડીવીજનની ટીમે પતિનું લોકેશન મેળવી માતા-પુત્રનું મિલન કરાવ્યું

જૂનાગઢ : જૂનાગઢમાં પતિ-પત્ની વચ્ચેનો ઘરકંકાસ ઉગ્ર બન્યો હતો.જેમાં પતિએ પત્ની અને પુત્રીને રોડ ઉપર તરછોડી પુત્રને લઈને જેતપુર ચાલ્યો ગયો હતો. આ બનાવ અંગે પરિણીતાએ રૂબરૂમાં રજુઆત કર્યા બાદ તુરંત હરકતમાં આવેલી જુનાગઢ એસપીની ટીમ તથા એ ડીવીજનની ટીમે પતિનું લોકેશન મેળવી, પતિ પાસેથી પુત્રનો કબ્જો મેળવી બન્ને માતા-પુત્રનું મિલન કરાવ્યું છે.

જુનાગઢના મુલાવાડા રહેતા અફસાનાબેને ગત તા.૭ના રોજ જુનાગઢ સીટીના એસ. પી. રવિ તેજા અને ડીવીઝનના ડી. વાય. પી. ડામોરને રૂબરૂમાં અરજ કરેલ કે, મારા પતિ જેતપુરના રહેવાસી મારી જોડે રોડ ઉપર માથાકુટ કરી મને અને મારી નાની દીકરીને માર મારી રોડ પર મુકી બળજબરીથી મારો નાનો દીકરો જેની ઉંમર ૩ વર્ષ હોય લઈ ગયા છે. આ બાબતને ગંભીર ગણી જુનાગઢના પોલીસ અધિક્ષક એસ. પી. રવિ તેજા વાસમશેટી તથા નાયબ પોલીસ અધિક્ષક ડામોરની સુચનાથી એ ડીવીજન પો. સ્ટેશનના પી.આઈ. એમ. એમ. વાઢેરે અરજદારની અરજ સાંભળીને તરત જ આશરે બે થી ત્રણ કલાકોમાં રૂબરૂમાં જઈને જેતપુર તાલુકાના મેવાસા ગામના સીમ વિસ્તારનું લોકેશન મેળવી બાળકનો કબ્જો મેળવી અરજદાર અફસાનાબેનના પુત્રને ‘માં’ સાથે મિલન કરાવ્યું હતું. જે બદલ જુનાગઢના વેપારી એવા અબીહા એન્ડ કંપનીએ જુનાગઢ પોલીસનો આભાર માન્યો હતો.