મારો મત એ મારૂ ભવિષ્ય : જૂનાગઢમાં મતદાર જાગૃતિ સ્પર્ધા યોજાશે

પ્રથમ રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લઇ રૂા.૨ લાખ થી ૩ હજારના રોકડ ઇનામ જીતવાની તક

સ્પર્ધા પાંચ શ્રેણીમાં યોજાશે, ૧૫ માર્ચ ૨૦૨૨ સુધી ભાગ લઇ શકાશે : લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતા બહાર લાવવા સ્પર્ધા

જૂનાગઢ : ભારતના ચૂંટણીપંચ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભાર પૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા યોજાશે. મારો મત મારૂ ભવિષ્ય એક મતની તાકાત થીમ સાથે જૂનાગઢ જિલ્લામાં સ્પર્ધા શરૂ કરેલ છે. મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લઇ રૂા.૨ લાખ થી ૩ હજારના રોકડ ઇનામ જીતી શકાશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા SVEEP (સિસ્ટમેટીક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતા બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબુત બનાવવા માટે છે. તમામ વય જૂથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદ્દેશ ક્રાઉડ સોર્સિગ દ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ કરેલ ઉમદા વિચારો અને સામગ્રીની ઉજવણી કરવાનો છે.રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે. જેમાં મારો મત એ મારૂ ભવિષ્ય છે એક મતની તાકાત થીમ પર ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે.

ક્વિઝ સ્પર્ધા દેશમાં ચૂંટણી પ્રક્રિયા અંગે સહભાગીઓની જાગરૂક્તા અને જિજ્ઞાસાને જગાડવા માટે છે. સ્પર્ધાના ત્રણ સ્તરો સરળ, મધ્યમ અને મુશ્કેલ હશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ ભાગ લેનારાઓને ઇ-પ્રમાણપત્ર મળશે. સુત્ર સ્પર્ધામાં ભાગ લો અને અન્ય લોકોને પ્રેરણા આપવા ઉપરોક્ત થીમ પર તમામ શબ્દોને આકર્ષક સ્લોગનમાં વણી લો. ગીત સ્પર્ધાનો ઉદ્દેશ પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે જે ક્લાસિકલ, કન્ટેમ્પરરી, રેપ વગેરે કોઇ પણ ગીતના સ્વરૂપ દ્વારા કલાત્મક અને સર્જનાત્મક રીતે રજૂ કરવાનો રહેશે. સહભાગીઓ ઉપરોક્ત થીમ પર સ્વ-રચિત રચનાઓ બનાવી અને શેર કરી શકે છે.

નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ડો. રીના ચૌધરીએ આ સ્પર્ધા અંગે વધુમાં જણાવ્યુ કે, કલાકારો અને ગાયકો તેમની પસંદગીના કોઇ પણ સંગીતના સાધનનો ઉપયોગ કરી શકે છે. ગીતનો સમયગાળો ૩ મિનિટથી વધુ ન હોવો જોઇએ. વિડીયો મેકિંગ સ્પર્ધામાં વિડીયો મેકિંગ કોન્ટેસ્ટ તમામ કેમેરા પ્રેમીઓને ભારતીય ચૂંટણીઓની વિવિધતા અને ઉત્સવની ઉજવણી કરતા વિડીયો બનાવવાની તક પુરી પાડે છે. માહિતી સભર અને નૈતિક મતદાનનું મહત્વ અને મતની શક્તિ, મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાન અને પ્રથમ વખતના મતદારો માટે મતદાનનું મહત્વ દર્શાવતા વિડીયો સહભાગીઓએ ઉપરોક્ત થીમ્સમાંથી કોઇપણ એક પર વિડીયો બનાવવાનો રહેશે જે વિડીયો માત્ર એક મિનિટનો રહેશે. ઇ-પોસ્ટર ડિઝાઇન સ્પર્ધામાં કલા અને ડીઝાઇનના ઉત્સાહિઓ માટે છે જેઓ સ્પર્ધાની થીમ પર વિચાર- પ્રેરક પોસ્ટર બનાવશે. સહભાગીઓ થીમ પર ડિજીટલ પોસ્ટર, સ્કેચ અથવા જાતે દોરેલા પોસ્ટર રજૂ કરી શકે છે.

આ સ્પર્ધામાં સંસ્થાકીય કેટેગરીમાં શૈક્ષિણક સંસ્થાઓ જેમકે, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓ, જ્યારે વ્યવસાયિક કેટેગરીનો અર્થ એવી વ્યક્તિ છે કે, જેની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત વિડીયો મેકિંગ/પોસ્ટર મેકિંગ/ગાયન અથવા એવા કોઇ પણ સ્વરૂપમાં કામ કરે છે જ્યા આવકનો મુખ્ય સ્ત્રોત વિડિયો મેકિંગ/પોસ્ટર મેકિંગ/ગાયન દ્વારા હોય તેને વ્યાવસાયિક ગણવામાં આવશે. જો કૃતિ પસંદ કરવામાં આવે, તો સહભાગીએ વ્યાવસાયિક શ્રેણી હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એમેચ્યોર કલાપ્રેમી કેટેગરીનો અર્થ કે, શોખથી કે સર્જનાત્મક સ્વભાવથી વિડિયો/પોસ્ટર ડિઝાઇનિંગ/ગાયન કરતા હોય પરંતુ તેણી/તેના મુખ્ય આવકનો સ્ત્રોત અન્ય કોઇ માધ્યમથી હોવા જોઇએ.
ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. સંસ્થાકીય, વ્યવસાયિક અને કલાપ્રેમી, દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. વધુમાં, દરેક કેટેગરીમાં વિશેષ ઉલ્લેખ શ્રેણી હેઠળ રોકડ ઇનામો હશે. જેમાં રૂા.૨ લાખથી રૂા.૩ હજાર સુધીની ઇનામી રોકડ અપાશે.

સંસ્થાકીય શ્રેણીમાં ૪ વિશેષ ઉલ્લેખો હશે જ્યારે વ્યવસાયિક અને એમેચ્યોર કલાપ્રેમી શ્રેણીમાં પ્રત્યેકમાં ત્રણ વિશેષ ઉલ્લેખો હશે.
ગીત સ્પર્ધામાં સંસ્થાકીયમાં પ્રથમ ઇનામ રૂા.૧,૦૦,૦૦૦, બીજુ ઇનામ રૂા.૫૦,૦૦૦, ત્રીજુ ઇનામ રૂા.૩૦,૦૦૦, ખાસ ઉલ્લેખમાં રૂા.૧૫૦૦૦, સંસ્થાકીયમાં રૂા.૫૦,૦૦૦, રૂા.૩૦,૦૦૦, રૂા.૨૦,૦૦૦ અને રૂા.૧૦,૦૦૦ તથા કલાપ્રેમીમાં રૂા.૨૦,૦૦૦, રૂા.૧૦,૦૦૦, રૂા.૭,૫૦૦ અને રૂા.૩૦૦૦ તેમજ વિડીયો મેકિંગ સ્પર્ધામાં સંસ્થાકીયમાં રૂા.૨,૦૦,૦૦૦, રૂા.૧,૦૦,૦૦૦, રૂા.૭૫,૦૦૦ રૂા.૩૦,૦૦૦, વ્યવસાયિક રૂા.૫૦,૦૦૦, રૂા.૩૦,૦૦૦, રૂા.૨૦,૦૦૦, રૂા.૧૦,૦૦૦, કલાપ્રેમીમાં રૂા.૩૦,૦૦૦, રૂા.૨૦,૦૦૦ રૂા.૧૦,૦૦૦ રૂા.૫,૦૦૦ તથા પોસ્ટર ડિઝાઇન સ્પર્ધામાં સંસ્થાકીયમાં રૂા.૫૦,૦૦૦, રૂા.૩૦,૦૦૦ રૂા.૨૦,૦૦૦ રૂા.૧૦,૦૦૦, વ્યવસાયિકમાં રૂા.૩૦,૦૦૦, રૂા.૨૦,૦૦૦ રૂા.૧૦,૦૦૦ રૂા.૫,૦૦૦, કલાપ્રેમીમાં રૂા.૨૦,૦૦૦, રૂા.૧૦,૦૦૦ રૂા.૭,૫૦૦, રૂા.૩,૦૦૦, તેમજ સુત્ર સ્પર્ધામાં રૂા.૨૦,૦૦૦, રૂા.૧૦,૦૦૦ રૂા.૭,૫૦૦ અને રૂા.૨,૦૦૦ તથા ક્વિઝ સ્પર્ધામાં વિજેતાઓને આકર્ષક ઇસીઆઇ મર્ચેન્ડાઇઝ અને બેજ મળશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ પ્રતિભાગીઓને ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વેબસાઇટ https://ecisveep.nic.in/conteest / પર ઉપલબ્ધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે. સહભાગીએ વિગત સાથે એન્ટ્રીઓ [email protected] પર ઇ-મેઇલ કરવાની રહેશે. જે સહભાગી અરજી કરી રહ્યા છે તેણે સ્પર્ધા અને શ્રેણીના નામનો ઇ-મેઇલના વિષયમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત કરવાનો રહેશે. ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે, પ્રતિભાગીએ સ્પર્ધાની વેબસાઇટ પર નોંધણી કરાવવાની રહેશે. તમામ એન્ટ્રીઓ ૧૫ માર્ચ ૨૦૨૨ સુધીમાં સહભાગીઓને વિગતો સાથે ઇ-મેઇલ આઇડી [email protected] પર સબમિટ કરવાની રહેશે તેમ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની કચેરી દ્રવારા જણાવવામાં આવ્યું છે.