જૂનાગઢ મનપામાં અવસાન પામેલા કર્મચારીની જગ્યાએ તેના પુત્રને નોકરી અપાઈ

હાલ હંગામી ધોરણે ફિકસ વેતનથી પાંચ વર્ષ માટે નિમણૂક અપાઈ

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકામાં ચાલુ ફરજે સફાઈ કર્મચારીનું અવસાન થયા બાદ સરકારના રહેમરાહે ધારા ધોરણ હેઠળ તેમના પુત્રને નોકરી અપાઈ છે અને હાલ હંગામી ધોરણે ફિકસ વેતનથી પાંચ વર્ષ માટે નિમણૂક અપાઈ છે. જુનાગઢ મેયર ગીતાબેન મોહનભાઈ પરમારનાં હસ્તે આશ્રીતને નોકરીનો નિમણૂક ઓર્ડર એનાયત કરાયો છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર સ્વ.વિનોદભાઈ કરશનભાઈ પરમારનું તા.૨૩/૦૭/૨૦૨૧ ના રોજ ચાલુ ફરજ દરમ્યાન અવશાન થતા તેમના આશ્રિત અને વારસદાર અજય વિનોદભાઈ પરમારને સરકારના પ્રર્વતમાન નિયમાનુસાર વા૨સદારને રહેમરાહે નોકરી મળવા અંગે મેયર ગીતાબેન મોહનભાઈ પરમારનાં વરદહસ્તે આશ્રિત ઉમેદવાર અજય વિનોદભાઈ પરમારને નિમણુક ઓર્ડર એનાયત કરાયો હતો. આ કચેરીના મંજુર થયેલ ભરતીના નિયમોને આધિન શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા ધ્યાને લઈ મહાનગરપાલિકા, જુનાગઢની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં તદન હંગામી ધોરણે ફિકસ વેતનથી સફાઈ કામદાર તરીકે માસિક ફિકસ વેતન થી ૫(પાંચ) વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.આ તકે ડે.મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા,શાસક પક્ષના નેતા શ્રી કિરીટભાઈ ભીંભા ઉપસ્થિત રહ્યા હતા.