ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પરીક્ષાના બીજા દિવસે આઠ કોપીકેસ થયા

ત્રણ સેશનમાં કુલ ૨૧કેન્દ્રો ઉપર કુલ ૭૬૩૩વિદ્યાર્થીઓમાંથી ૩૪૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પરીક્ષાના આજે બીજા દિવસે જુદા-જુદા કેન્દ્રો ઉપર પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરી આઠ કોપી કેસ કરવામાં આવ્યા હતા.

ભક્તકવિનરસિંહમહેતાયુનિવર્સિટી, જૂનાગઢ દ્વારાકોરોના મહામારીને અનુલક્ષીને તથા સરકારની ગાઈડલાઈન્સ મુજબ વિવિધ ૨૧ કેન્દ્રો ઉપર ઓફલાઈન પરીક્ષાના બીજા દિવસેએમ.એ., એમ.એ. (હોમ સાયન્સ), એમ.કોમ., એમ.એસસી., એમ.એસસી.(હોમ સાયન્સ), એમ.એસસી.(આઈ.ટી. એન્ડ સી.એ.), એમ.એસ.ડબલ્યુ., એમ.આર.એસ., પીજીડીસીએ, એલએલ.એમ., એલએલ.બી., બી.એડ. તથા એમ.એડ.ની પરીક્ષામાં કુલ ૭૬૩૩ વિદ્યાર્થીઓમાંથી ૩૪૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

પરીક્ષાના બીજા દિવસે વેરાવળ ખાતે પાંચ તથા જૂનાગઢ ખાતે ત્રણ મળીને કુલ આઠ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં એલએલ.બી. માંચાર, એમ.એસસી. માં બે તથા એમ.કોમ.માં બે કોપીકેસ નોંધાયા હતાં. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.