જૂનાગઢ આરટીઓ દ્વારા ફોર વ્હીલ અને ટુ વ્હીલની નવી સીરીઝ માટે હરરાજી

જૂનાગઢ : જૂનાગઢ આરટીઓ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલની નવી સીરીઝનું રીઓકશન થશે. LMV મોટરકાર ફોરવ્હીલ સીરિઝ GJ11BR, GJ11CD, GJ11CH, ટુ વ્હીલ સીરિઝ GJ11CE, GJ11CF, GJ11CG, GJ11CJ તથા ટ્રાન્સપોર્ટ સીરિઝ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે.

બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં CNA ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી, પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લીંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, ઉપર મુજબ તા.૧૭/૦૨/૨૦૨૨ થી ૧૯/૦૨/૨૦૨૨ સુધી રજીસ્ટ્રેશન અને તા.૨૦/૦૨/૨૦૨૨ થી ૨૧/૦૨/૨૦૨૨ સુધી બીડીંગ કરવાનું રહેશે. જે અનુસાર સૌથી વધુ બીડ થયેલ નંબર, તે બીડ કરનાર અરજદારોને તા.૨૨/૦૨/૨૦૨૨ના રોજ વાહન ૪ સોફ્ટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે તેમ જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.