જૂનાગઢમાં મકાનમાંથી રોયલ કલાસીક વ્હીસ્કીના 7 પાઉચ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢમાં પોલીસે મકાનમાંથી રોયલ કલાસીક વ્હીસ્કીના 7 પાઉચ ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જુનાગઢના ધરાનગર હનુમાનચોક પાસે રહેતા આરોપી કીશોર ખાંટના મકાનમાથી ઇંગ્લીશ દારુની મેકડોલ નં-૧ કલેકશન વ્હીસ્કી ઓરીઝનલ ફોર સેલ ઇન ચંદીગઢ પંજાબ ૭૫૦ એમ.એલની બોટલો નંગ-૧ કિ.રૂ! ૪૦૦ તથા પ્લાસટીક જેવા કાગળના પાઉચ રોયલ કલાસીક વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના પાઉચ નંગ-૭ કી.રૂ. ૭૦૦ એમ કુલ ૧૧૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો.જ્યારે રેઇડ દરમ્યાન હાજર ન મળેલા આરોપી સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.