જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં મોકડ્રિલ-તાલીમ યોજાઈ

સિવિલમાં આગ લાગે તેવી કેવી કામગીરી કરવી તે અંગે ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલના સ્ટાફને તાલીમ અપાઈ

જૂનાગઢ : જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આગ લાગે ત્યારે આગને દુર્ઘટનાને પહોંચી વળવું તે અંગે આજે ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલ-તાલીમ યોજાઈ હતી અને સિવિલમાં આગ લાગે તેવી કેવી કામગીરી કરવી તે અંગે ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલના સ્ટાફને તાલીમ અપાઈ હતી.

જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ભરત ડોડીયાના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સંભવિત આગની દુર્ઘટના અંગે મોકડ્રિલ-તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલમાં આગના બનાવો બનતા હોય ત્યારે ખાસ તો દર્દીઓનો જીવ બચાવવો એ તંત્રનો મુખ્ય ધ્યેય હોય છે. આથી ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં કદાચ આગ લાગે તો આગને બુઝાવવાની કેવી રીતે કામગીરી કરવી, આગ ઓલવવામાં ક્યાં સાધનોનો ઉપયોગ કરવો તેમજ ખાસ તો દર્દીઓને સલામત રીતે કેવી રીતે બહાર કઢવા તે સહિતની તમામ બાબતોનું ફાયર બ્રિગેડ વિભાગે પ્રત્યક્ષ નિદર્શન કરાવીને સિવિલ હોસ્પિટલના સ્ટાફને સઘન તાલીમ આપી હતી.