જૂનાગઢ : યુવાનના પગ ઉપર કાર ફેરવીને કાર ચાલક ફરાર

જૂનાગઢ : જુનાગઢના માગનાથ રોડ ઉપર રહેતા રવિન્દ્ર દિલીપભાઇ કંસારા (ઉ.વ.૩૧) નામના યુવાને સ્વીફ્ટ ગાડી (સફેદ કલર)નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ના રોજ આઝાદ ચોકથી માંગનાથ રોડ જવાના રસ્તે આરોપીએ પોતાના કબજાનુ વાહન ફોર વ્હીલર સ્વીફ્ટ (સફેદ કલર)ની પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારી ફરીયાદીને ડાબા પગના પંજાના ભાગે ઇજા કરી આરોપી પોતાની ગાડી લઇ નાસી છૂટ્યો હતો.