જૂનાગઢ જિલ્લા જેલમાં બર્થ ડે પાર્ટી મામલે તપાસનો ધમધમાટ શરૂ

જેલ ડીજીપીના અધિકારીઓ દ્વારા સવારથી તપાસ શરૂ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા જેલમાં બર્થ ડે પાર્ટી ઉજવણીનો મામલો ગરમાયો છે. કથિત જેલમાં બર્થ ડે પાર્ટી મામલે આજે સવારથી રાજ્યના જેલ વડાની સ્ક્વોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાતા નવા જુનીના સંકેતો મળી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા બર્થ ડે પાર્ટી ઉજવવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમાચાર માધ્યમોમાં આ બાબતના અહેવાલો પ્રસિદ્ધ થતા જેલ તંત્રને વિડીયો જૂનો હોવાનું સ્પષ્ટતા કરવી પડી હતી. બીજી તરફ રાજ્યના જેલ વડાની સ્ક્વોડ દ્વારા સવારથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ જેલ ડીજીપીનક સાતથી આઠ અધિકારીઓ દ્વારા જૂનાગઢ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે જેલમાં તપાસ દરમિયાન મોબાઇલ સહિતની ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં નવાજૂની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.