જૂનાગઢ : વોકળામાં ગાય ખાબકી, ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું

જૂનાગઢ : જૂનાગઢના લીઓ રિસોર્ટની બાજુમાં આવેલ કાળવાના વોકળામાં આજે બપોરના સમયે એક ગાય અચાનક ખાબકી હતી. જેમાં વોકળામાં પડેલી ગાયના ભાભરડા સંભળાતા આસપાસના લોકોએ આ બનાવની જૂનાગઢ ફાયર સ્ટેશનમાં જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં જૂનાગઢ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરી દોરડા વડે વોકળામાં પડેલી ગાયને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.