માંગરોળમાં ત્રણ શખ્સોએ યુવાનને લાકડી ફટકારી

યુવાને ત્રણ શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળના કામનાથ રોડ પર નઇમવાવ વાડીએ કોઈ જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન તેમજ તેની સાથેના અન્ય વ્યક્તિઓને માર માર્યો હતો. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ફારુકભાઇ ઇકબાલભાઇ છાબુ (ઉ.વ.૨૪ રહે.માંગરોળ કામનાથ રોડ નઇમવાવ તા.માંગરોળ) એ આરોપીઓ મોલીઅહમદ અબ્બાસભાઇ છાબુ, ઇસ્માઇલ અબ્બાસ છાબુ, અફગુલ હનીફ છાબુ (રહે.તમામ માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે કામનાથ રોડ પર નઇમવાવ વાડીએ આરોપીઓએ કોઈ જુના મનદુઃખનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુ તથા લાકડીઓ વડે માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.