ભવનાથ વિસ્તારને સાયલન્સ ઝોન જાહેર કરી ગેરકાયદે પેશકદમી અટકાવો

ઓન્લી ઈન્ડીયન, વનમેન એન.જી.ઓ. સિવીલીયન સોલ્જર દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

જૂનાગઢ : જૂનાગઢનો ભવનાથ વિસ્તાર આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. એટલે આ જગ્યાએ એક્દમ શાંત વાતાવરણમાં અને પ્રકૃતિના ખોળે ધાર્મિક અને આધ્યાત્મિક સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. તેથી ભવનાથ વિસ્તારને સાયલન્સ ઝોન જાહેર કરી પ્રદુષણ અટકાવાની માંગ સાથે ઓન્લી ઈન્ડીયન, વનમેન એન.જી.ઓ. સિવીલીયન સોલ્જર દ્વારા કલેક્ટરને આવેદન અપાયું છે.

આવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે, જુનાગઢ ગામ મુખ્યત્વે સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક યાત્રાધામ હતુ છે અને રહેશે. સંતો, મહંતો, ઓલીયા, પીર, ભકતો, ભજનીકોની ભૂમિમાં ઈશ્વરની આરાધના, ઉપાસના અને સાધના, પરમાર્થ સાથેની મુખ્ય પ્રવૃતિ માટે ભવનાથ, ગિરનાર ક્ષેત્ર, દાતાર, વિગેરે છે. જે શ્રધ્ધાળુ જનતા જનાર્દન હજુ પણ માને છે કે નવ નાથ, ચોસઠ જોગણી, સિધ્ધી ધરાવતા અનેક દિવ્ય આત્મા, વ્યકિતઓના નિવાસ સ્થાન છે. દેશ દુનિયામાંથી હજારો લોકો ફકત આધ્યાત્મીક દિવ્યતાના અનુભવ કરવા,માનસીક શાંતિ પ્રાપ્ત કરવાના ઉદેશ સાથે આવે છે.

હજારો લાખોનો ખર્ચ કરીને દા.ત.હિમાલયની પણ જેમ જનાગઢ સોરઠ ભૂમિ પ્રકૃતિ, પર્યાવરણ પશુ,પક્ષી સાથે કુદરતના સાનિધ્યમાં સલામતી, શાંતિ, સાધનાનો અનુભવ કાયમ કરી શકે. આ બધાની રક્ષણ, જતન,સંરક્ષણ માટે આ વિસ્તાર પીકનીક પોઈન્ટ, મોજમજા, ધમધડાકા, લગ્ન, બર્થડે પાર્ટી,રાજકીય સમારંભો કાર્યક્રમોના અતિરેકથી દૂષિત થતું બચાવવા માટે અગાઉ તંત્રને, આપશ્રીને રજૂઆતો થયેલ હશે ૪. કદાચ કશી કામગીરી થઈ હશે. પરંતુ કશાક ડરને કારણે અમલવારી અટકી હશે તો નિડરતાપૂર્વક નિર્ણય લેવાની માંગ કરી છે.

વિશેષમાં દેશમાં વ્યકિત ધર્મ, સંપ્રદાય, કોમ, મહત્વના નથી “પ્રવર્તમાન કાયદો” અગત્યનો છે. તેનું પાલન સખત મહત્વનું છે. જેથી જો કોઈ સરકારી જમીન કોઈ ખાસ હેતુ માટે ધાર્મિક પ્રવૃતિ,સાધના, સદાવ્રત, આશ્રમ ધાર્મિક જગ્યાના હેતુ માટે જ રાહત દરે મેળવેલ હોય કે મફત મળી હોય તેવા સ્થળોમાં આવા હેતુફેર પ્રવૃતિ માટે ઉપયોગ થતો હોય વ્યાવસાયીક ધોરણે તો તે પણ નિયંત્રીત કરવા યોગ્ય કરવું હિતાવહ છે. માટે ભવનાથ વિસ્તારમાં પશુ, પંખી, ધાર્મિક સાધકો પર્યાવરણ, પ્રકૃતિ, શાંતિથી રહી શકે, વિચરી શકે,અવાજ, ધરતી, જળ પ્લાસ્ટીક પ્રદુષણથી મુકત રહી શકે માટે જે તે સંસ્થા,સંતો, મહંતો, જાગૃત નાગરીકોએ કરેલ રજુઆતને સમર્થન કરતા એક ફકત ભારતીય હું ઓન્લી ઈન્ડીયન આ વિસ્તારને ”સાયલન્સ ઝોન” અને અમુક પ્રવૃતિઓ પર પ્રતિબંધ તથા અઠવાડીયે કે મહીનામાં એકવાર ‘નો વ્હીકલ ઝોન” કરવા પણ આપને વિનંતી કરે છે. ગેરકાયદેસર પેશકદમી તુરંત હટાવવાની પણ માંગ કરી છે.