સમાજની ઓફિસમાં ઘુસી દસ્તાવેજ-હિસાબી સાહિત્યની ચોરી કર્યાની ફરિયાદ

માખીયાળા ગામેં મજેવડી રોડ ઉપર સરસ્વતી સ્કુલ સામે આવેલ સમાજની ઓફીસમાં સમાજના જ 12 વ્યક્તિઓ દસ્તાવેજ તેમજ હિસાબી સાહિત્ય ઉઠાવી ગયા

જૂનાગઢ : જુનાગઢ તાલુકાના માખીયાળા ગામેં મજેવડી રોડ ઉપર સરસ્વતી સ્કુલ સામે આવેલ એક સમાજની ઓફીસમાં સમાજના જ 12 વ્યક્તિઓ દસ્તાવેજ તેમજ હિસાબી સાહિત્ય ઉઠાવી ગયા હતા.જેમાં સરદાર પટેલ વ્હોટએપ ગૃપમાં વીડિયોમાં સમાજની ઓફિસમાં ઘુસી ચોરી કર્યાનું બહાર આવતા સમાજના પ્રમુખે તેમની સમાજના 12 વ્યક્તિઓ ફરિયાદ સામે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભીખાભાઇ વ્રજલાલ ગજેરા (ઉ.વ.૬૮ રહે.માખીયાળા તા.જી.જુનાગઢ) એ આરોપીઓ જયેશભાઇ હરીભાઇ ગજેરા , જીજ્ઞેશ કાંતીભાઇ ગજેરા, હરીભાઇ જીવાભાઇ ગજેરા, વિજયભાઇ ચંદુભાઇ ગજેરા, અનિલભાઇ દામજીભાઇ ગજેરા, કારાભાઇ બાબુભાઇ ખાંટ, કમલેશભાઇ ધરમશીભાઇ ગજેરા, શૈલેષભાઇ બાવનજીભાઇ બુહા, શારદાબેન કાંતીભાઇ ગજેરા, નિતેશભાઇ દેવજીભાઇ ગજેરા, જલ્પાબેન ચંદુભાઇ ગજેરા, મોહનભાઇ મનજીભાઇ સોંદરવા (રહે. તમામ માખીયાળા ગામ તા.જી.જુનાગઢ) સામે ગત તા.૨૧/૦૧/૨૨ના રોજ માખીયાળા ગામેં મજેવડી રોડ ઉપર સરસ્વતી સ્કુલ સામેની આવેલ સમાજની ઓફિસમાં ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરયાદી કાનાબાપા ગજેરા સમાજના પ્રમુખ હોય જેઓને ગઇ તા.૨૧/૦૧/૨૦૨૨ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામા ફરીયાદીના દિકરા હરેશભાઇ ભીખાભાઇ ગજેરા જેઓ જુનાગઢ હોય અને ફરીયાદના ગામના છોકરા દ્રારા બનાવેલ સરદાર પટેલ વ્હોટએપ ગૃપમાં કોઇએ એક વિડીયો મુકેલ તે વિડીયો ફરીયાદીના દિકરાએ જોતા તેમા કાનાબાપા ટ્રસ્ટની ઓફિસમાં આરોપીઓએ કાનાબાપા ગજેરા સમાજની ઓફિસના મારેલ તાળુ તોડી અંદર પ્રવેશ કરી અમારા ટ્રસ્ટની ઓફિસમાં રાખેલ સાહિત્ય જેમા પ્લોટના અસલ દસ્તાવેજો-૨ તથા ટ્રસ્ટ નોંધણીની ફાઇલ તથા અસલ મીનીટ બુક આશરે કિ.રૂ.૨૦૦ તથા ઠરાવ બુક આશરે કિ.રૂ.૨૦૦ તથા રોજમેળ-૨ આશરે કિ.રૂ.૧૦૦૦ તથા વર્ષવાઇઝ હિસાબના ચોપડા ની આશરે કિ.રૂ.૫૦૦ તથા પહોચ બુકો-ની આશરે કિ.રૂ.૨૩૦૦ તથા વાઉચર ફાઇલો ની આશરે કિ.રૂ.૨૦૦ તથા ટ્રસ્ટના રાઉન્ડ શીલ-૧ જેની આશરે કિ.રૂ.૧૦૦ તથા પ્રમુખનો સિક્કો જેનીઆશરે કિ.રૂ.૧૦૦ વિગેર પડેલ સાહિત્ય જેની કુલ કિ.રૂ.૪૬૦૦/- ટ્રસ્ટના સાહિત્યની ચોરી કરી લઇ ગયેલ જે હકિકત ફરીયાદીને જણાવેલ અને આ તાળું આશરે અઢી વાગ્યાના અરસામા તોડી પ્રવેશ કરેલ હોવાનું જણાવેલ જેથી ફરીયાદી તથા સાહેદ બાબુભાઇ ચનાભાઇ ગજેરાઓ સાથે તરત ટ્રસ્ટની ઓફિસે ગયેલ અને ફરીયાદી કોઇપણ જાતની મંજુરી વગર ઉપરોક્ત આરોપીઓ ટ્રસ્ટની ઓફિસમાં મારેલ તાળુ તોડી પ્રવેશ કરી ઓફિસમાં પડેલ ઉપરોકત સાહિત્ય ચોરી કરી લઇ ગયા હતા.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.