જૂનાગઢ તાલુકામાંથી હદપાર થયેલો આરોપી ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ તાલુકામાંથી હદપાર થયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. જેમાં આરોપી સુરેશભાઇ બટુકભાઇ ભાટી (ઉ.વ.૪૭ રહે.વિજાપુર પ્લોટ વિસ્તાર તા.જી.જુનાગઢ)ને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ જુનાગઢ વિભાગ, જુનાગઢની કોર્ટએ જૂનાગઢ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી ત્રણમાસ માટે હદપાર કરેલ હોય જે હદપારી હુકમનો ભંગ કરી જૂનાગઢ શહેર વિસ્તારમાં પ્રવેશ કરી પકડાઇ ગયો હતો.