ડોનરથી બાળકોનો જન્મ થવા મામલે પરિણીતા અને બાળકોને પતિએ માર માર્યો

ભુજ-કચ્છમાં સાસરું ધરાવતી અને હાલ જૂનાગઢ રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ :ભુજ-કચ્છમાં સાસરું ધરાવતી અને હાલ જૂનાગઢ રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ડોનરથી બાળકોનો જન્મ થવા મામલે પરિણીતા અને બાળકોને પતિ તથા સાસરિયાએ માર મારી ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીપ્તીબેન તુષારભાાઇ ગઢીયા (રહે સરદારપરા શેરીન. ૩ ભાગ્યોદય એપા. ની સામે જોષીપરા જુનાગઢ)એ આરોપીઓ તુષારભાાઇ વેલજીભાઇ ગઢીયા (પતિ), વેલજીભાઇ બાવાભાઇ ગઢીયા(સસરા), વિજયાબેન વેલજીભાઇ ગઢીયા (સાસુ), આશીકાબેન વાળઓફ હીતેશભાઇ રૂપારેલીયા (નણંદ રહે. નં.૧ ભુજ બી/૬ મનીષ એપા. ભાનુશાળી નગર ભુજ કચ્છ ન.- ૨-૩ રાજકોટ ચંદ્રપાર્ક શેરી ન.૧૧ બીગ બજાર ની બાજુ માં ન.- ૪ રાજકોટ મારૂતીનગર બીગ બજાર પાછળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને તેના પતિ તથા સાસુ સસરા તથા તેના નણંદ એમ બધા ઘરકામ તથા કરીયાવર બાબતે મેણાટોણા બોલી ઝગડો કરી શારીરિક માનસીક દુખત્રાસ આપી આરોપી પતિ ફરીયાદી બેન જોતી ન હોય જેથી અવાર નવાર તુ હાલતી થઇ જા તેમ કહી ગાળો બોલી તેમજ બન્ને બાળકો ડોનરથી થયેલા હોય જે કારણે મનદુખ રાખી બાળકોને પણ ત્રાસ આપતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદી તથા તેમના બાળકોને મારકુટ કરી હતી.