જમાઈનું અન્ય યુવતી સાથેનું રેકોર્ડીગ સાંભળવા મામલે સાસુને માર માર્યો

માણાવદરના સારંગ પીપળી ગામેં બનેલા બનાવમાં ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ : માણાવદરના સારંગ પીપળી ગામ પાસે જમાઈનું અન્ય યુવતી સાથે રેકોર્ડીગ સાંભળવા મામલે સાસુને ચાર શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જીનતબેન આમદભાઈ હુસેનભાઈ દલ (ઉ.વ.૪૫ રહે.શાપર વેરાવળ મારુતીનગર સર્વોદય હાઉસીંગ બોર્ડ તા.કોટડા સાંગાણી જી.રાજકોટ) એ આરોપીઓ નુરમહમદ મુસાભાઈ સાંધ, આમદભાઈ મુસાભાઈ સાંધ, ભીખુભાઈ નુરમહમદભાઈ સાંધ (રહે.ત્રણેય સાંરંગપીપળી) અને સોહીલભાઈ અમીનભાઈ સાંધ (રહે.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના કાકાના ઘરે પોતાના જમાઇનુ તથા પોતાના ભાઈની દિકરીનુ રેકોર્ડીગ સંભળાવવા આવતા જે બાબતનુ અરોપીઓએ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને લાકડીઓ વડે મારામારી તથા ફરીયાદીને છરી વડે નાક ઊપર મુઢમાર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.