દારૂ પીને કામે આવવાની ના પાડતાં “કાગડા” એ લાઠીના માલિકને છરી ઝીકી

જૂનાગઢના બીલખા રોડ પર આબેડકરનગર પાસેના હનુમાન ચોક નજીક બનેલા બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના બીલખા રોડ પર આબેડકરનગર પાસેના હનુમાન ચોક નજીક આવેલ લાઠીમાં કાગડા નામનો શખ્સ દારૂ પીને કામે આવતો હોય લાઠીના માલિકે તેને દારૂ પીને કામે ન આવવાનું કહેતા મામલો બીચકાયો હતો. ઉશ્કેરાયેલા આ શખ્સે લાઠીના માલિકને છરી ઝીકી હોવાની ઘટના સામે આવી છે. લાઠીના માલિકે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રફિકભાઈ આજમભાઈ શેખ (ઉ.વ.૩૮ રહે.વૃદ્ધ ભકેતનની સામે સુખનાથ ચોક વિસ્તાર જુનાગઢ) એ આરોપી યુસુફ મિયા બાવામીયા ઉર્ફે કાગડો (રહે.સુખનાથ ચોક જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અવાર-નવાર દારૂ પીને ફરીયાદીની લાઠીએ કામ કરવા આવતા હોય તેથી ફરીયાદીએ તેમને દારૂ પીને કામે આવવાની ના પાડતાં તે ફરીયાદી સાથે જેમ ફાવે તેમ ગાળો બોલીને ફરિયાદીને છરીની અણી વડે ડાબા પગના સાથળ પર બે ચેકા મારેલ તથા શરીરે મુંઢ માર મારેલ અને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.