વંથલી નજીક કારચાલકે ડબલસવાર બાઇકને ઠોકરે ચડાવ્યું

જૂનાગઢ : વંથલી નજીક કારચાલકે ડબલસવાર બાઇકને ઠોકરે ચડાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદી ચંદુભાઇ પુંજાભાઇ મકવાણા (ઉ.વ.૪૫ રહે.સંત રોહીદાસનગર મેઘાણીનગર સામે જુનાગઢ) એ એક અજાણ્યો સફેદ કલરની ફોરવ્હીલનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ના રોજ જુનાગઢ વંથલી હાઇવે પર વંથલી માર્કેટીંગ યાર્ડથી થોડેક આગળ અજાણ્યા ફોર વ્હીલ વાહનના ચાલકે ફરીયાદીના બાઈકમા પાછળથી ઠોકર મારી ફરીયાદી તથા સાહેદોને મોસા.સાથે પછાડી દઇ શરીરે ઇજાઓ કરી નાસી છૂટ્યો હતો.