ચાર અજાણ્યા શખ્સોએ રાજસ્થાનના કારીગરોને માથા ઉપર ઝાડના કુંડા ફટકાર્યા

જુનાગઢની પટેલ રેસ્ટોરન્ટમાં થયેલી મારામારીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ :જુનાગઢની પટેલ રેસ્ટોરન્ટમાં રાજસ્થાનના કારીગરો સાથે ચાર અજાણ્યા શખ્સોએ કોઈ બાબતે માથાકૂટ કરીને હલ્લો મચાવ્યો હતો. તેમજ ચાર અજાણ્યા શખ્સોએ રાજસ્થાનના કારીગરોને માથા ઉપર ઝાડના કુંડા ફટકાર્યા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢની પટેલ રેસ્ટોરન્ટમાં ગઈકાલે થયેલી માથાકૂટ અંગે છતરસિંગ હુકમસિંગ વરાત (ઉ.વ.૨૫ રહે.મજેવડી ગેઇટની બાજુમા, ભારત પેટ્રોલપંપની સામેની બાજુમા,કબ્રસ્તાન પાસે જુનાગઢ, મુળ ગામ રાજ સમંથ ગામ, રાજસ્થાન) એ ચાર અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી તથા સાહેદની સામે બોલાચાલી કરી ઝગડો કરી ફરીયાદીને તથા તેના સાહેદોને માર મારી ફરીયાદીના માથામા ઝાડના કુંડા મારી લોહી નિકાળી ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.