કેશોદના ચિત્રી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કેશોદના ચિત્રી ગામે સાંગરસોલા રોડ ઉપર આવેલ સુરેશભાઇ હીરાભાઈ પાટડીયાના ઘરની પાછળ જાહેરમાં રોડ ઉપર ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા આરોપીઓ સુરેશભાઇ હીરાભાઈ પાટડીયા, પરબતભાઈ બધાભાઈ મારુ, ખીમાભાઈ ભીમાભાઈ ચાવડા, પ્રવિણગર હેમગર મેઘનાથીને રોકડા રૂા.૫૦૭૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.