રિવર્સમાં આવતા ડમ્પર હેઠળ કચડાતા શ્રમિકનું મોત

જૂનાગઢના રેલ્વેના પુલ પર બાયપાસ રોડ વડાલ પાસે અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના રેલ્વેના પુલ પર બાયપાસ રોડ વડાલ પાસે રિવર્સમાં આવતા ડમ્પર હેઠળ કચડાતા શ્રમિકનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિનેશભાઇ બનેસિંગ યોગી (ઉ.વ.૩૫ રહે.બાસીબરેના તા.જી.ભરતપુર-રાજસ્થાન)એ આરોપી ટ્રક ડમ્પર નં.GJ-12-BW-5782 ના ચાલક તારાસંગ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૭ના રોજ રેલ્વેના પુલ પર બાયપાસ રોડ વડાલ પાસે આરોપીએ પોતાના હવાલા વાળુ ડમ્પર નં.GJ-12-BW-5782 વાળુ પુરઝડપે ગફલતભરી રીતે રીવર્સ લેતા પાછળ કામ મરતા શ્રમિક વિક્રમીસસીંગ લજારામ (ઉ.વ. ૨૫ રહે. બાસીબરેના તા.ભરતપુર રાજસ્થાન) હડફેટે ચડી જતા તેમને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું.