જૂનાગઢ જિલ્લામાં કન્ડમ વાહનોની હરરાજી

સી ડિવિઝન ખાતે કુલ 87 વાહનોની હરરાજી કરી રૂ.7.50 લાખ આવકને સરકારની તિજોરીમાં જમા કરાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી સડતા કન્ડમ વાહનોની આજે હરરાજી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢના સી ડિવિઝન ખાતે કુલ 87 વાહનોની હરરાજી કરી રૂ.7.50 લાખ આવકને સરકારની તિજોરીમાં જમા કરાવી છે.

જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ કેસમાં અનેક બિનવારસી વાહનો કબ્જે કરેલા હોય આ વાહનો લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં સડતા હોવાથી ડીઆઈજી મીનદંર પવાર તેંમજ રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા આ વાહનોનો નિકાલ કરવા અને જે તે વાહન માલિકોને સોંપી દેવાની જૂનાગઢ જિલ્લાના જે તે પોલીસ સ્ટેશનોને આદેશ આપવામાં આવ્યો હતો.જેથી જૂનાગઢ સી ડિવિજન પોલીસ દ્વારા બિનવારસી વાહનોની હરરાજી કરવા અંગે જૂનાગઢ મામલતદાર પાસેથી હુકમ મેળવીને આજે સી ડિવિઝન ખાતે કન્ડમ વાહનોની હરરાજી કરવામાં આવી હતી. જેમાં 85 ટું વહીલર અને 2 થ્રિ વહીલર મળીને કુલ 87 વાહનોની હરરાજી કરાઇ હતી.જેમાં ઉંચી બોલી બોલતા ચાર ગણી વધુ રકમ એટલે કે રૂ.7.50 લાખ જેટલી આવક થતા આ આવકને સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી હતી. જ્યારે ભવનાથ પોલીસ મથકે આજે સાંજે 37 વાહનોની હરરાજી થશે.