જૂનાગઢ જિલ્લામાં તરૂણોને કોરોના રસીકરણ પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી

બીજા ડોઝની ૩૦.૭૭ ટકા કામગીરી પણ પૂર્ણ કરી લેતું આરોગ્ય તંત્ર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ૧૫ થી ૧૭ વર્ષના બાળકોને કોરોના વેક્સીનના પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે બીજા ડોઝની ૩૦.૭૭ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના સતત પ્રયાસોથી રસીકરણ અભિયાનને ૧૦૦ ટકા સફળતા મળી છે.

જૂનાગઢ જિલ્લામાં તા.૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૭ વયના તરૂણોને કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ૬૯૦૮૦ ના લક્ષ્યાંક સામે ૬૯૮૯૯ બાળકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ ૧૫ થી ૧૭ વયના બાળકોને વેક્સીનનો ટારગેટ ૧૦૧.૧૭ ટકા પૂર્ણ થઇ ગયો છે. જ્યારે બીજા ડોઝની કામગીરી ૩૦.૭૨ ટકા પૂર્ણ થઇ ગઇ છે.

કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા તથા આ વાઇરસથી બચવા વેક્સીનેશન જ એક ઉપાય છે. વધુમાં કોવિડ-૧૯ની રસીના ડોઝ લેવામાં હજુ સુધી બાકી રહેલ હોય તેઓને આ ડોઝ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ કોવિડ-૧૯નો રોગચાળો જ્યાં સુધી નાબુદ ન થાય ત્યા સુધી સરકારશ્રીની નિયત થયેલ માર્ગદર્શિકા મુજબ વેક્સીનેશન મેળવેલ હોય છતા માસ્ક પહેરવા સોશ્યલ ડિસ્ટન્ટ જાળવવા, હાથને વારંવાર સાફ કરવા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કર્યો છે.