રીલાયન્સ જીયો 4G ટાવરમાંથી ૩૬૦ મીટર કેબલની ચોરી

માળીયા હાટીના તાલુકાના વિસણવેલ ગામે ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના વિસણવેલ ગામે આવેલ રીલાયન્સ જીયો 4G ટાવરમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ રીલાયન્સ જીયો 4G ટાવરમાંથી ૩૬૦ મીટર કેબલની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે રીલાયન્સ જીયોના અધિકૃત વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાકેશભાઇ ઉકાભાઇ ભેડા (ઉ.વ.૩૬ રહે. દોલતપરા નેમીનાથ નગર-૨ જુનાગઢ) એ અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ના રોજ માળીયા હાટીના તાલુકાના વિસણવેલ ગામે ૬૬ કેવીની બાજુમાં આવેલ રીલાયન્સ જીયો 4G ટાવર I-GJ-MLHT-ENB-9041 માથી RRH પાવર કેબલ આશરે ૩૬૦ મીટર જેની કી.રૂ આશરે ૭૬૦૫૨ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.