ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને લાકડી ફટકારી

માળીયા હાટીનાના અમરાપુર ગીર ગામે બનેલી ઘટનામાં પાડોશી શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનાના અમરાપુર ગીર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાડોશી શખ્સે યુવાનને લાકડી ફટકારી માર માર્યો હતો. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પિયુષભાઇ ભાયાભાઇ કોદાવલા (ઉ.વ.૩૫ રહે.અમરાપુર ગીર તા.માળીયા હાટીના) એ આરોપી હરેશભાઇ બાબુભાઇ કોદાવલા (રહે.અમરાપુર ગીર તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ઘર પાસેથી આરોપીના પિતા તા.૬ના રોજ ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ તેને ઠપકો આપતા તેનુ મનદુઃખ રાખી આરોપીએ ગઈકાલે તા.૭ના રોજ ફરીયાદીને લાકડી વડે શરીરે માર મારી મુંઢ ઇજાઓ કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.